પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારામાં લતીપર ચોકડીએ ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ટંકારા લતીપર ચોકડી નજીક આવેલ અમૃતા હોસ્પિટલમાં શટર તોડી અંદર પ્રવેશ કરી ટેબલના ખાનાઓ અને રેકોર્ડ વેરવિખેર કર્યા હતા. તો અન્ય પનારા ફર્ટિલાઇઝર, વિરાટ એગ્રો, ઉમા એન્ટરપ્રાઇઝ , ૐમંડપ સર્વિસ, રાજલ ઈમીટેશન, શ્રીરામ હાર્ડવેર સહિતની દુકાનો ના શટર તાળા તૂટેલા છે. દુકાનોમાં પ્રવેશ કરી ટેબલ ખાનાઓ વેરવિખેર કરી નાખી રોકડ મુદામાલ સહિતની ચીજવસ્તુઓની ચોરી થઇ હોવાની માહિતી હાલ સુત્રોમાંથી મળી હતી. તસ્કરોએ હોસ્પીટલમાં ધામા નાખીને ચોરીની ધટનાને અંજામ આપ્યો હોવાની માહિતી સુત્રોમાંથી મળી છે તો સમ્રગ ધટના સીસીતીવીમાં કેદ થઇ હતી જેમાં બે તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. ધટનાની જાણ થતા ટંકારા પોલીસ હાલ સ્થળ પર દોડી જઈને વધુ તપાસ ચલાવી છે.