મોરબીના રહેવાસી અને ટંકારાના વીરપર ગામે જમીન ધરાવતા કાકા ભત્રીજાને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા મેરુભાઈ ભુંભરિયા સહિત ત્રણેક ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમજ ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ અને કાકા શામજીભાઈ નકુમ ને ઈજા પહોંચી હોય 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ ઉ. વ 35 સતવારા રહે યોગેશ્વર સોસાયટી રવાપર રોડ મોરબી એ જણાવ્યું હતું કે ટંકારા તાલુકાના વિરપર ગામે આવેલી સર્વે નંબર 204″1 અને “2 તેના પરિવારના સંયુક્ત ખાતે આવેલી છે જેમા ગઈ કાલે વાડીએ ફરીના પિતા અને કાકા શામજીભાઈ કામ કરી રહ્યા હતા ત્યારે બપોરે ભાતું લઈ પોતે ગયા હતા અને રોકાઈ કામમાં જોતરાયા હતા ત્યારે ઢળતી સાંજ વેળાએ વિરપરના મેરૂભાઈ રામજીભાઈ ભુંભરીયા (રબારી) કાળા રંગની સ્કોર્પીયો નંબર પ્લેટ વગરનીમા સાથે ત્રણેક અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ જમીન અમારી છે તમે કા આવો છો કહી મને અને મારા કાકા ને લાકડી વડે પગના ભાગે માર મારવા લાગ્યા હતા ત્યારે મારા બાપુજી એ બુમરાણ મચાવી હતી જેથી તે ત્યાંથી નાશી ગયા હતા અને જતા હતા ત્યારે જો આ જમીનમાં આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ ચુનીલાલ પરસોત્તમભાઈ નકુમ અને કાકા શામજીભાઈ નકુમ ને ઈજા પહોંચી હોય સંબધીને ટેલિફોનિક જાણ કરી 108 મારફત મોરબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ટંકારા પોલીસે આઈ પી સી કલમ 325, 504,506(2)114 મોરબી જિલ્લાના જાહેરનામા ભંગ અંતર્ગત મેરૂભાઈ રબારી અને અન્ય ત્રણ અજાણ્યા લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.