મોરબી મચ્છુ ૦૩ ડેમ ૭૦ ટકા ભરાઈ જતા વહીવટી તંત્ર સજ્જ : નીચાણવાળા વિસ્તારમાં ન જવા અને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ
મોરબી જીલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદ ને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે જેમાં મોરબી વહીવટી તંત્રએ મોરબી અને માળિયા મી.ના ૨૦ થી વધુ ગામોને અલર્ટ આપ્યું છે મોરબી તાલુકાના ૧૧ ગામ અને માળિયા મી.તાલુકાના ૦૯ ગામના ગ્રામજનોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જેમાં તંત્ર દ્વારા મચ્છુ ૦૩ ડેમ 70 ટકા ભરાઈ જતા ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે આ ચેતવણી સંદેશમાં મોરબી તાલુકાના ગોરખીજડિયા,વનાળિયા,સાદુરકા,માનસર, રવાપર(નદી),અમરનગર,નારણકા,ગૂંગણ, નાગડાવાસ,બહાદુરગઢ,સોખડા સહિતના અગિયાર ગામોને એલર્ટ આપાયું છે જ્યારે માળિયા મી.તાલુકાના માળિયા, દેરાળા, મહેન્દ્રગઢ,મેઘપર,નવાગામ,રાસંગપર, વીર વદરકા,ફતેપર,હરિપર સહિતના નવ ગામોને પણ એલર્ટ કરાયા છે અને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ ચેતવણી આપવામાં આવી છે સાથે જ તમામ ગામના આગેવાનો અને સરપચોને પણ કોઈ તકલીફ પડે તો મોરબી કલેકટર કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.