મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી જીલ્લાનું મથક કેન્દ્ર બનતા મોરબી ખાતે જીલ્લાની જુદી જુદી કચેરીઓ કાર્યરત થઇ છે જીલ્લા કક્ષાની વિવિધ કચેરીઓમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે રહેણાંક આવાસો ઉપલબ્ધ કરાવવા જરૂરી હોય જેથી માર્ગ મકાન વિભાગ સાથે પરામર્શ કરીને નવા જીલ્લા સેવા સદન સામે આવેલ સરકારી જમીનમાં રૂ. ૩૧ કરોડના ખર્ચે નવા સરકારી આવાસો બાંધવાની તાંત્રિક મંજુરી મળી ગઈ છે અને વહેલી તકે વહીવટી મંજુરી મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને જે તે એજન્સીને કામ સોપી દેવામાં આવશે. નવા જીલ્લા સેવા સદન માટે જીલ્લા કલેકટર, જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, ડીસ્ટ્રીકટ પોલીસ સુપ્રીન્ટેન્ડેટ, કાર્યપાલક ઈજનેર અને ડીસ્ટ્રીકટ જજના પાંચ બંગલાઓ સહીત સરકારી આવાસો બાંધવામાં આવશે.