Friday, October 9, 2026
HomeGujaratમોરબી જિલ્લામાં JOSH (Joint Squad for Health) ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત...

મોરબી જિલ્લામાં JOSH (Joint Squad for Health) ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો

મોરબી મેયર ઉત્તમ સુરાણીની ઉપસ્થિતિમાં ટીબી નાબૂદી માટે જનજાગૃતિ, સામુદાયિક સંપર્ક અને ટીબી દર્દીઓને માર્ગદર્શન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ

- Advertisement -
- Advertisement -

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ટીબી નાબૂદીના હેતુથી ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ને વેગ આપવા માટે તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મોરબી મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં JOSH (Joint Squad for Health) ટીમના માધ્યમથી વિવિધ જનજાગૃતિલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ટીબી અંગે જાગૃતિ ફેલાવવા, ટીબીના લક્ષણો વિશે લોકોને માહિતગાર કરવા તેમજ ટીબીના દર્દીઓને સમયસર નિદાન અને સારવાર માટે પ્રેરિત કરવાના હેતુથી સંબંધિત વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રધાનમંત્રી દ્વારા તા. ૨૪ જૂન, ૨૦૨૬ના રોજ યોજાયેલી PRAGATI બેઠક દરમિયાન આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર ‘ટીબી મુક્ત ભારત ટીમ’ની રચના કરવામાં આવી છે. આ અંતર્ગત JOSH (Joint Squad for Health) ટીમ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સહયોગથી ટીબી નાબૂદી માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ ટીમ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનજાગૃતિ, સામુદાયિક સંપર્ક, IEC પ્રવૃત્તિઓ, ટીબી અંગેની માન્યતાઓ દૂર કરવા અને દર્દીઓને યોગ્ય માર્ગદર્શન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

મોરબી જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન ટીબી મુક્ત ગ્રામ પંચાયતો, ટીબી વિજતાઓ તથા નિશ્ચય મિત્રોને સન્માનિત કરવા, ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવવા અને ટીબીના દર્દીઓને જરૂરી સહાય મળી રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

JOSH ટીમ દ્વારા ગામડાંઓમાં ઘર-ઘર સુધી ટીબી અંગેની સાચી માહિતી પહોંચાડવા, ટીબીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને સારવાર અધૂરી ન છોડવા અંગે લોકોને સમજાવવામાં આવ્યા હતા.

આ અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો, MY Bharat સ્વયંસેવકો તથા અન્ય સંબંધિત વિભાગોના સહયોગથી ટીબી નાબૂદી અંગેની જાગૃતિ પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ટીબી અંગેની સામાજિક ગેરમાન્યતાઓ દૂર કરી, દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ કેળવવા અને સમાજના દરેક વર્ગને ટીબી મુક્ત ભારતના સંકલ્પ સાથે જોડવાનો રહ્યો હતો.

આ ઉપરાંત, ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે વિવિધ IEC પ્રવૃત્તિઓ, ટીબીના દર્દીઓ સાથે સંવાદ અને સામુદાયિક સહભાગિતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોને ટીબી નાબૂદીના અભિયાનમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્રના સંકલિત પ્રયાસો દ્વારા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે જનજાગૃતિ અને સામુદાયિક સહભાગિતાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

નવી દિલ્હી ખાતેથી યોજાયેલા ‘JOSH’ (Joint Squad for Health) ટીમોનો રાષ્ટ્રીય કક્ષાના લોન્ચિંગ કાર્યક્રમમાં મોરબી ખાતેથી સંબંધિત અધિકારીઓ અને ટીમ વર્ચ્યુઅલ માધ્યમથી લાઈવ જોડાઈ હતી, જ્યાં ‘Khushi’ નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ ગરચર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ કાંજીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા ક્ષય અધિકારી ડો.ધનસુખ અજાણા, આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!