જીવનમાં શિક્ષકોની ભૂમિકા સર્વોપરી છે અને તેમના સન્માન માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે બધા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે અને તેમના યોગદાનને યાદ કરે છે. ત્યારે માળીયા મિયાણાની મોટાભેલા પ્રાથમિક શાળામાં પણ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
માળીયા મિયાણા તાલુકાની મોટાભેલા પ્રાથમિક શાળામાં 5 મી સપ્ટેમ્બર (શિક્ષક દિન)ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. જેમાં શાળાના ધોરણ 8 ના વિદ્યાર્થીની ઇકરાબેન કાસમભાઇ સુમરાએ ટીચર તરીકે ફરજ બજાવી સમગ્ર શાળાનું સંચાલન સફળતા પૂર્વક કર્યું હતું. શાળામાં શિક્ષકો તરીકે પણ બાળકોએ જ ફરજ નિભાવી શિક્ષણકાર્ય કર્યું હતું. શાળાના શિક્ષકોએ જરૂર જણાય ત્યાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે દિવસને અંતે શિક્ષકો બનેલ અને તેમની પાસે એક દિવસ માટે અભ્યાસ કરેલ બાળકોના પ્રતિભાવ લેવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્ય જયદિપ ચારોલા દ્વારા તમામ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.