મોરબી જિલ્લામાં ગઈકાલે મોરબી તાલુકાના સાપર ગામે તેમજ માળીયા (મી) ના બગસરા ગામે જુગાર રમતા દસ શખ્સો એ પોલીસે ઝડપી પાડયા હતા.
જેમાં મોરબી તાલુકાના સાપર ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બીપીનભાઈ અમરશીભાઈ ચૌહાણ (ઉવ-૩૩ રહે. કજારીયા સેનેટરીવેર ના લેબર કવાર્ટર માં મુળગામ-ચકમપર તા-જી મોરબી), અમરશીભાઈ શામજીભાઈ ચૌહાણ (ઉવ-૫૨ રહે. કજારીયા સેનેટરીવેર ના લેબર કવાર્ટર માં મુળગામ-ચકમપર તા-જી.મોરબી), દેવજીભાઈ પરશોતમભાઈ ચાવડા (ઉવ-૩૧ ધંધો-મજુરી રહે. કયુરા સેનેટરીવેર્સ ના લેબર કવાર્ટર માં મુળગામ રામપર તા-મુળી જી.સુરેન્દ્રનગર), રફીકભાઈ ચાંદભાઈ મલેક (ઉવ-૪૫ રહે. કજારીયા સેનેટરીવેર ના લેબર કવાર્ટર માં મુળગામ-ધોળીધાર ધ્રાંગધ્રા),દીનેશભાઈ ધુડાજી નાયક (ઉવ-૨૨ રહે. હાલ ટોરસ સીરામીક ના લેબર કવાર્ટર માં મુળગામ નવલખા તા-જાવરા જી.રતલામ, એમ.પી) ને રોકડ રકમ રૂ.૨૬૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે માળીયા(મી) ના બગસરા ગામે મોરવાડીયા વાસ પાસે થી પાંચ શખ્સો દિનેશભાઇ ભીમાભાઇ પીપળીયા (ઉ.વ. ૩૩ ધંધો મજુરી રહે બગસરા તા માળીયા મી. જી. મોરબી), હિરાભાઇ રવાભાઇ મોરવાડીયા (ઉ.વ. ૪૩ ધંધો મજુરીરહે બગસરા તા માળીયા મી. જી. મોરબી), બેચરભાઇ ઘોઘાભાઇ પીપળીયા (ઉ.વ.૨૮ રહે બગસરા તા માળીયા મી. જી. મોરબી), લાભુભાઇ સીવાભાઇ પીપળીયા (ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે બગસરા તા માળીયા મી. જી. મોરબી), મુનાભાઇ પ્રભુભાઇ પીપળીયા ( ઉ.વ. ૩૦ ધંધો મજુરી રહે બગસરા તા માળીયા (મી) જી. મોરબી), અવચરભાઇ નવઘણભાઇ પીપળીયા (ઉ.વ. ૨૮ ધંધો મજુરી રહે બગસરા તા માળીયા મી. જી. મોરબી) રોકડ રકમ રૂપીયા-૧૦,૪૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.