મોરબીમાં ગ્રીન ચોક નજીક આવેલ બક્ષી શેરીમાં ‘સાઈડમાં ઉભા રહી ફોનમાં વાત કરવાની શેરી તારા બાપની નથી’ તેમ કહી માથાભારે શખ્સે શિક્ષકને ગાળો આપી અન્ય બીજા શખ્સોને બોલાવી શિક્ષકને બેફામ માર માર્યો હતો, ત્યારે વચ્ચે બચાવવા આવેલ શિક્ષકના ૯૨ વર્ષીય દાદીમાને પણ આ અસામાજિક તત્વો દ્વારા લાત મારી પાડી દીધેલ હોય ત્યારે બંને દાદી-દીકરાને મૂઢ માર મારી ત્રણેય શખ્સો નાસી ગયા હોય. સમગ્ર બનાવ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય આતંકી શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતા મયુરભાઈ મનહરલાલ દવે ઉવ.૨૯ પોતાના ફૈબાને ઘરે તેના ગ્રીન ચોક નજીક આવેલ બક્ષી શેરીમાં મુકવા ગયા હોય ત્યારે બક્ષી શેરીમાં ઘરે મૂકીને ઘરની બહાર સાઈડમાં ઉભા રહી ફોનમાં વાત કરતા હોય ત્યારે બક્ષી શેરીમાં જ રહેતા આરોપી મેહુલ પીઠડીયા પોતાના મોટરસાયકલ ઉપર ત્યાંથી નોઇકલયો અને મયુરભાઈ સાઈડ ઉભા હતા તેની એકદમ નજીકથી મોટર સાયકલ ચલાવી કહેલ કે સાઈડમાં ઉભા રહી ફોનમાં વાત કરવાની શેરી તારા બાપની નથી તેમ કહી આરોપી મેહુલ પીઠડીયાએ મયુરભાઈ સાથે બોલાચાલી કરી માર મારવા જતો હોય તેથી મયૂરભાઈએ તેનો હાથ પકડી લીધો ત્યારે આરોપી ત્યાંથી ચાલ્યો ગયો અને ત્યારબાદ આરોપી મેહુલ તેના ભાઈ તથા અન્ય એક અજાણ્યા શખ્સ સહીત આવી મયૂરભાઈને ગાળો આપી બેફામ ઢીકાપાટુનો માર મારવા લાગેલ ત્યારે મયુરભાઈ દ્વારા બુમાબુમ કરતા તેને વધુ મારથી છોડાવવા મયૂરભાઈના દાદી વચ્ચે બચાવવા આવતા આરોપી મેહુલ પીઠડીયાએ ૯૨ વર્ષીય વૃધ્ધાને કમરના ભાગે લાત મારી નીચે પછાડી દીધા હતા. ત્યારે આજુબાજુના વધુ લોકો એકત્ર થઇ જતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હાલ મયુરભાઈ અને તેના દાદી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હોય જ્યાં તેઓને મૂંઢ ઈજાઓ માટેની પ્રાથમિક સારવાર લીધી હતી.
સમગ્ર બનાવ બાબત મયુરભાઈ દવે દ્વારા આરોપી મેહુલભાઈ દીલીપભાઈ પીઠડીયા, કરનભાઈ દીલીપભાઈ પીઠડીયા તથા એક અજાણ્યો માણસ એમ ત્રણ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી સામે આઇપીસીની કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪,૧૧૪મુજબ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.