Sunday, May 5, 2024
HomeGujaratવાંકાનેરના દલડી ગામ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રક ટ્રેઇલર હડફેટે મોટર સાયકલ...

વાંકાનેરના દલડી ગામ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રક ટ્રેઇલર હડફેટે મોટર સાયકલ ચાલક પ્રૌઢ ઘાયલ

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના સરધારકા ગામના ભુપતસિંહ લાલુભા ઝાલા ઉવ.૫૨ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર રજી. જીજે-૧૨-બીવાય-૯૦૩૫ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તા.૦૧ એપ્રિલ ૨૦૨૪ના બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી.જીજે-૩૬-એબી-૨૯૮૬ લઈને જતા હોય ત્યારે દલડી ગામના પાટીયા પાસે રેલ્વે સ્ટેશન સામે રોડ પર રોંગ સાઈડમાં ચલાવી આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે ભૂપતસિંહના બાઇકને હડફેટે લઇ તેને રોડ ઉપર પછાડી દીધા હતા, જેમાં તેઓને પગના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. જયારે ટ્રક ટ્રેઇલર ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી નાસી ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત ભૂપતસિંહે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!