આત્માને પરમાત્મા તરફ દોરી જતો માર્ગ એટલે ઉપધાન તપ જેમા સંસારી મોહ માયા ત્યજી મોક્ષ માર્ગે પ્રથમ પગથિયે પગલાં માંડવા પ્રયાણ થાય છે. આ ઉપધાન તપમાં 47 દિવસ અખંડ આરાધના, એક ઉપવાસ એક નિવી (એક ટાણું) કરી જપ, સ્વાધ્યાય અને ભક્તિ કરવામાં આવે છે. 1 લાખ નવકાર મંત્રનો જાપ, 7 હજાર લોગસ્સનો કાઉસ્સગ્ગ, 1.5 હજાર શક્રસ્તવ નો પાઠ, હજારો ખમાસણા, 21 ઉપવાસ, 10 આયંબિલ અને 16 નીવિ હોય છે. 47 દિવસ સ્નાન કે કોઈ સ્ત્રી પુરુષ ને અડી પણ શકતા નથી સુર્યોદય થી સુર્યોસ્ત સુધી પાણી પિવા નુ હોય છે અને સાધુ જીવન પ્રમાણે નિત્યક્રમ રહે છે.
આવા તપના આરાધક 14 વર્ષય ટંકારાના વિક્રાંત મિતેષભાઈ મહેતા એ પ. પૂ. ગુરુભગવંત આચાર્ય દેવશ્રી બંધુ બેલડી જિનચંદ્રસાગર સુરીશ્ર્વરજી મા. સા. અને હેમચંદ્રસાગર સુરીશ્ર્વરજી મા. સા. ની નિશ્રામા અયોદયાપુરમ તિર્થ ખાતે પરીપૂર્ણ કર્યુ છે. જેને સૌ ટંકારા તાલુકાના જૈન જૈનેતરો ટંકારા પધારતા અને પારણાનો લાભ મળતા અનુમોદના કરવા અને ભાગ્યશાળી આત્માના દર્શન કરવા પહોચ્યા હતા. તો માતા નિશાબેન અને પિતા મિતેષભાઈ મહેતાના લાડકવાયા વિક્રાંતે કઠોર તપ માનુ એક ઉપધાન તપ પુર્ણ કરતા ટંકારા જૈન દેરાસર ખાતે ધાર્મિક પ્રસંગની માફક ઉજવણી કરવામાં આવી હતી.