મોરબીમાંથી થયેલ આઈવ ટ્રક ચોરીનો ભેદ ઉકેલવામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને સફળતા મળી છે. પોલીસે ગણતરીના દિવસોમાં જ મોરબીના નવલખી ફાટક નજીકથી ચોરાઉ ટ્રક સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.
મહેન્દ્રનગરની પ્રભુકૃપા સોસાયટી સામેથી નીલાભાઇ ઉર્ફે ગોવિંદભાઇ સોમાભાઇ પાંગશ રહે.મહેન્દ્રનગર ભરવાડવાસ મોરબીવાળાનું રજી.નં.જી.જે .૦૩ એ.ટી .૭૪૬૪ (કિં.રૂ .૫૦૦૦૦૦)ના ટ્રકની અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જે ફરિયાદને પગલે મોરબી એસપી એસ.આર.ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી.એલ.પટેલની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.પી.સોનારા તથા સર્વેલન્સ સ્ટાફબપેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નવલખી ફાટર પાસે એક નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ હાલતમા ડમ્પર ઉભુ હોવાથી પોલીસ સ્ટાફે ત્યાં દોડી જઇ તપાસ કરતા ડમ્પરની કેબીનમાં સંજયભાઇ મનુભાઇ ઓળકીયા (ઉ.વ.૨૫ હાલ રહે.પંચાસર રોડ અક્ષર એપાર્ટમેન્ટની સામે મોરબી મુળ,ગામ કંધેવાળીયા તા.વીછીયા જી.રાજકોટ) નામનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે ડમ્પરના ડોક્યુમેન્ટ માગતા આરોપી ગેંગે ફેંફે કરવા લાગ્યો હતો. જેને લઈને પોલીસે ઇ-ગુજકોપમાં પોકેટ કોપમાં એન્જીન નંબર ચેસીસ નંબરથી સર્ચ કરતા આ વાહન નીલાભાઇ ઉર્ફે ગોવિંદભાઇ સોમાભાઇ ભાંગરાનું હોવાનું જણાયું હતું. જેથી પોલીસે ચોરાઉ ડમ્પર રીકવર કરી આરોપીને દબોચી લીધો હતો.