વાંકાનેર સીટી પોલીસે ઈ-ગુજકોપ પોકેટકોપ મોબાઈલની મદદથી વાંકાનેરની થાન ચોકડી નજીકથી ત્રણ ચોરાઉ બાઈક સાથે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન થાન ચોકડી ખાતે પહોંચતા એક બાઈક ચાલક શંકાસ્પદ હાલતમાં નીકળ્યો હતો પોલીસે જેને અટકાવી તલસી લેતા બાઈકને જોતા આગળ પાછળ નંબર પ્લેટ GJ 03 – FS 473 જોવામા આવેલ ત્યારબાદ કાળુભાઇ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા (રહે . ગુંદાખડા તા વાંકાનેર જી મોરબી)નામના બાઈક ચાલકને ડોક્યુમેન્ટ બાબતે પૂછતાં તે ગેંગેફેંફે કરવા લાગ્યો હતો આથી પોલીસે નંબર GJ03 – F5 4743 ઈ – ગુજકોપ પોકેટકોપ મોબાઇલમાં નાખી માલીક અંગે સર્ચ કરતા માલીક ભૂપતભાઈ રવજીભાઈ વનાણી હોવાનું જાણવા મળ્યું હતું.જેનો સંપર્ક કરી માલીકે હાઈસ્કુલ ના કંપાઉન્ડ માંથી ચોરી થયાની માહિતી આપી હતી.
જેની આકરી પૂછતાછમાં વાંકાનેરના માટેલ પાસે અમરધામ પાસેથી બજાજ કંપનુ પ્લેટીના રજી નંબર GJ 10 BH – 5181 વાળુ ચોરી કર્યાનું કબુલ્યું હતું.વધુમા તથા બીજુ હીરો કંપની નુ સ્પેલન્ડર મોટર સાયકલ જેના આગળ પાછળ નંબર પ્લોટ તુટેલી હાલત માં હોય તેમજ ચેસીસ નંબર MBLHAAMEHTT963 નુ હોય જે ચેસીસ નંબર ઈ – ગુજકોપ પોકેટકોપ મોબાઈલમાં નાખી માલીક અંગે સર્ચ કરતા માલીક રવિભાઈ મનસુખભાઇ અગેયણીયા રહે . કબીર ટેકરી મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન સામે મોરબી વાળાનું હોય જે આજ થી ૧૫ દીવસ પહેલા મોરબી ટીંબાવાળી મેલડી માતાજીના મંદીર પાસેથી ચોરી કર્યાની અને એન્જીન કાઢી નાખેલની કબુલાત આપતા પોલીસે આરોપી કાળુભાઇ ઉર્ફે રાજુ રવજીભાઇ શાપરાને સી.આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ડી મુજબ ધોરણસર અટક કરી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ મળી આવેલ ત્રણેય મોટર સાયકલ કબ્જે કરી આગળ ની ધોરણસર કાર્યવાહી કરી હતી.