મોરબી શહેરમાં રામાપીર મંદિર ની બાજુમાં માળિયા વનારીયા સોસાયટીમાં વર્ષ 2021માં ખિસ્સા ખર્ચ માટેના પૈસાની માંગણી કરવામાં આવી હતી. જે મરણ જનારે નહીં આપતા આરોપીએ ઉશ્કેરાઈને પાસાના ભાગમાં છરી ઝીંકી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેની ફરિયાદ દાખલ થતા તે કેસ કોર્ટમાં ચાલ્યો હતો જે કેસમાં આજરોજ બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ બુધ્ધ દ્વારા આરોપીને આજીવન સખ્ત કેદની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે….
મળતી માહિતી અનુસાર, મોરબી ૨ ના રામાપીર મંદિરની બાજુમાં માળીયા વનાળીયા સોસાયટી આરોપીના રહેણાક મકાનમાં તા. ૨૧/૦૧/૨૦૨૧ ના રોજ સાંજે સાતેક વાગ્યા આસપાસ આરોપીએ ફરિયાદીના ભાઈને પોતાના ઘરે બોલાવી ખિસ્સા ખર્ચના પૈસા માંગતો હતો તે માંગતા મૃત્યુ પામનાર પ્રદીપે નહિ આપતા આરોપી કેવલદાસ નટવરદાસ રાબડિયાએ એકદમ ઉશ્કેરાઈ બેફામ ગાળો બોલતા પ્રદીપે ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ પોતાના પેન્ટના નેફા માંથી છરી કાઢી ફરિયાદીના ભાઈને વાસાના ભાગે એક છરી મારી ગંભીર ઈજા પહોચાડી મોતને ઘાટ ઉતારતાં આરોપી વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો. જે કેસ ચાલતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા ધારદાર દલીલો કરી ૧૦ મૌખિક અને ૨૭ લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે દલીલોને ધ્યાનમાં રાખી બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુધ્ધ સાહેબ દ્વારા આરોપી કેવલદાસ ઉર્ફે કેવલ નટવર દાસ રાબડિયાને આજીવન સખ્ત કેદની સજા તથા બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તેમજ આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે… તેમજ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા છેલ્લા બે અઠવાડિયામાં ૬ આરોપીઓને સજા કરાવવામાં આવી છે…