રાજકોટ શહેરમાંથી ચાર માસ અગાઉ સગીરાનુ અપહરણ કરી ભગાડી જવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને દબોચી લેવામાં મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમને સફળતા સાંપડી છે.
મોરબી જિલ્લામા એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમ અપહરણ કરી જનાર આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન રાજકોટ શહેર બી ડીવીજન પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૮૦૫૧૨૧૫૩૩૮/૨૦૨૧ આઇ.પી.સી.કલમ-૩૬૩,૩૬૬ (સગીરાનું અપહરણ કરી જવાના)ગુન્હાનો આરોપી અને ભોગગ્રસ્ત સગીરા બન્ને મોરબીના પીપળીયા ચાર રસ્તા ખાતે ઉભા હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેને પગલે સરકારના ઇ-ગુજકોપ અંતર્ગત સર્ચ કરાવતા આરોપી જયેશભાઇ બચુભાઇ ગોગરા (ઉ.વ.૨૩ રહે, ફડસર તા.જી.મોરબી)એ રાજકોટ શહેરની જય જવાન જય કિશાન સોસાયટીમાં આવેલ જુના જકાતનાકા પાસેથી સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી લઈ ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલે પોલીસે આરોપીને ઝડપી લઈ અને ભોગ બનનારને પોતાના પરિવાર સુધી પહોંચાડવા રાજકોટ શહેર બી ડીવીજન પોલીસને જાણ કરી હતી.
આ કામગીરી દરમિયાન પીઆઇ એમ.આર.ગોઢાણીયા,પીએસઆઇ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા , ASI રજનીંકાતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા પ્રરાક્રમસિંહ, બકુલભાઇ કાસુન્દ્રા સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.