Saturday, January 18, 2025
HomeGujaratહળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુંપણી ગામે હત્યા નિપજાવનાર આરોપીની કરાઈ ધરપકડ

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુંપણી ગામે હત્યા નિપજાવનાર આરોપીની કરાઈ ધરપકડ

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુંપણી ગામે ગત તા. ૨૬/૦૩/૨૦૨૪ના રોજ મારામારીના ગુન્હામાં રામાભાઈ ઓળકિયાનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઇને હળવદ પોલીસે સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો. જે ગુન્હામાં આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાની તા.૨૭/૦૩/૨૦૨૪ ના રોજ અટક કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તા. ૨૬/૦૩/૨૦૨૪ ના રોજ મારામારીમાં ગુન્હામાં ચુંપણીના રામાભાઈ મોહનભાઈ ઓળકીયાનું મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવમાં આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયા જાતે કોળી ચારેક દિવસ પહેલા અલગ અલગ મોટર સાઈકલ લઈને દ્વારકા ગયા હતાં. તે વખતે મૃત્યુ પામનાર રામાભાઈ આરોપીનો સંગાથ કરવા રહેલ નહી અને આરોપીને એકલા મુકીને ઘરે પરત આવી ગયા હતા. જે બાબતનું મનદુ:ખ અને ખાર રાખી મરણજનાર અને તેમના પત્નિ વાલીબેન તા.૨૬/૦૩/૨૦૨૪ ના સાંજના આશરે સાતેક વાગ્યે ચુંપણી ગામના ઝાપા પાસે રસાભાઈ છગનભાઈની દુકાને આવેલ ઓટલા પાસે હતા ત્યારે આ કામના આરોપીએ રામાભાઈ પાસે પાસે દ્વારકા ગયેલ તે વખતે એકલા મુકીને કેમ જતા રહેલ તેમ કહી પોતાની વાડીના શેઢે નહી ચાલવાનું કહ્યું હતું. જે બાબતે રામાભાઈએ પણ પોતાની વાડીમાં નહી આવવાનું કહેતા આરોપીએ આવેશમાં આવી રામાભાઈને છરી વડે છાતીના ભાગે તથા પેટના વચ્ચેના ભાગે તથા ડાબી બાજુના પડખામાં પેટના વચ્ચેના ભાગે તથા ડાબી બાજુના પડખામાં પેટના ભાગે ઘા કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. તેમજ રામાભાઈના પત્નિ વાલીબેન વચ્ચે પડતા આરોપીએ વાલીબેનને પણ હાથના ભાગે છરીનો એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. જેમાં રામાભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. જે બનાવમાં હળવદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જે બનાવમાં ચુંણી ગામના ૪૪ વર્ષીય આરોપી ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાની ગઇકાલે અટકાયત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!