Monday, November 25, 2024
HomeNewsહળવદના વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગનાર આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

હળવદના વેપારી પાસે ૯૦ લાખની ખંડણી માંગનાર આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો

હળવદ તાલુકાના રાયસંગપુર ગામના વતની હાલ હળવદમા રહેતા માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા વેપારીને ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના એક શખ્સ ૯૦ લાખની ખંડણી આપવા ફોન પર ધમકી આપી હતી. પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડીને ગુનો નોંધી અને કાર તેમજ મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર  મુળ રાયસંગપુર ગામના વતની અને હાલ હળવદમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે તે હળવદ યાર્ડમાં ભક્તિનંદન ટ્રેડીંગ નામની દુકાનમાં ખેત ઉત્પાદન અને કમીશન એજન્ટનો વેપાર કરે છે જેમને તા. ૩૧-૦૮ના રોજ બપોરે મોબાઈલનંબર પરથી ફોન આવ્યો હતો જેમાં યશપાલસિંહ ઝાલા બોલતા હોવાનું જણાવ્યું હતું અને રૂબરૂ મળવું છે તેમ કહેતા ફરિયાદી જનકભાઈ રાયસંગપર ગામે હોવાનું જણાવ્યું હતું અને આરોપીએ ખંડણી પેટે રૂ. ૯૦ લાખ વસુલવા છે તેવી ધમકી આપી હતી અને ગત તા. ૩-૯ના રોજ વેપારી માર્કેટિંગ યાર્ડમાં આવેલ દુકાને હોય ત્યારે યશપાલસિંહ કાર જીજે ૧૨ ઇઇ ૮૬૫૭ લઈને આવ્યા હતા અને ૯૦ લાખ આપવા જ પડશે તેમ કહ્યું હતું.જેથી વેપારીએ તેમને કહ્યું હતું કે હું તમને ઓળખતો નથી મારે તમારી સાથે કાઈ લેવાદેવા નથી તો શેના રૂપિયા આપવાના તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તું હજી મને ઓળખતો નથી હું જેની પાસે ખંડણી માંગુ તે ચુપચાપ આપી દે છે તારા પરિવારે સહી સલામત જીવતા રહેવું હોય તો તા. ૫ સુધીમાં ૯૦ લાખ આપી દેજે નહીતર તારા ઘરમાંથી ઉપાડી જઈશ અને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે હળવદ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!