Friday, January 10, 2025
HomeGujaratસાધુ ના વેશમાં લૂંટ, ચોરીના એક વર્ષથી ફરાર આરોપીને ટંકારા પોલીસે અમદાવાદથી...

સાધુ ના વેશમાં લૂંટ, ચોરીના એક વર્ષથી ફરાર આરોપીને ટંકારા પોલીસે અમદાવાદથી દબોચ્યો

ટંકારા વિસ્તારમાં સાધુના વેશમાં લૂંટ ચલાવનાર અને જામનગર જીલ્લાના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા એકાદ વર્ષથી પીલીસને હાથતાળી દઈ ફરાર આરોપીને ઝડપી લેવામાં ટંકારા પોલીસને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસે બાતમી આધારે ટંકારા વિસ્તારમા સાધુના વેશમા લૂંટ ચલાવવાના ગુન્હા સંડોવાયેલ છેલ્લા એકાદ વર્ષથી ફરાર આરોપી રાજુનાથ નટવરનાથ પઢીયાર રહે.હાલ પીપળજગામ શંકર ભગવાનના મંદિર પાસે તા.અમદાવાદ મુળ રહે. ગણેશપુરા તા. દહેગામ જી.ગાંધીનગરવાળોને અમદાવાદના એક્સપ્રેસ હાઈવે લાલગેબી સર્કલ નજીકથી ઝડપી લીધો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જામનગર સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર થયાની કબૂલાત આપતા પોલીસે અટકાયત કરી જામનગર સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનને જાણ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે.

આ કામગીરી એસ.પી. એસ.આર.ઓડેદરાની સુચના, ડીવાયાએસપી રાધીકા ભારાઇ, સીપીઆઇ બી.પી.સોનારા, પીએસઆઇ બી.ડી.પરમારની સુચનાને માર્ગદર્શન, એએસઆઈ ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિહ અર્જુનસિહ, કોન્સ્ટેબલ શૈલેષભાઈ રવજીભાઈ હૈણ સહિતનાઓ દ્વારા કારવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!