Thursday, December 26, 2024
HomeGujaratએક વર્ષથી ફરાર આરોપી મોરબીના સરદાર રોડ પરથી ઝડપાયો

એક વર્ષથી ફરાર આરોપી મોરબીના સરદાર રોડ પરથી ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના ગુન્હામા છેલા એકાદ વર્ષથી ફરાર આરોપીને દબોચી લેવામાં પોલીસને સફળતા સાંપડી છે.

- Advertisement -
- Advertisement -

ફરાર આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે મોરબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકના પાર્ટ ગુ.ર.નં .૨૦૫૪ / ૨૦૨૦ ઇન્ડિયન પીનલ કોડ ૪૦૮,૪૨૦ ના ગુન્હાનો છેલા એકાદ વર્ષથી ફરાર આરોપી જીતેન્દ્રકુમાર કનૈયાલાલભાઈ પ્રજાપતી (ઉ.વ .૨૭ રહે.ઉડ ગામ કુંભારવાસ તા.જી.શીરોહી (રાજસ્થાન) મોરબી આવ્યો હોય જે સરદાર રોડ ધરતી ટાવર પાસે હોવાની હકીકત મળતા પોલીસે દોડી જઇ આરોપી જીતેન્દ્રને ઝડપી લીધો હતો. આરોપીનો કોરોના રિપોર્ટ કરાવી અટકાયત કરી હતી.

આ કામગીરીમાં પીઆઇ જે.એમ.આલ, પીએસઆઇ આર.પી.રાણા, હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા કોન્સ્ટેબલ ચકુભાઇ કરોતરા, આશીફભાઇ રાઉમા, અરજણભાઇ ગરીયા, હસમુખભાઇ પરમાર, શકિતસિંહ પરમાર અને તેજાભાઇ ગરચર સહિતના ફરજ પર હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!