વાંકાનેરનાં કુંભારપરા વિસ્તારમાંથી નવેક માસ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી મોરબી નજીક કારખાનામાં કામ કરતો હોવાની બાતમીને આધારે એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ ટીમે આરોપી અને સગીરાને શોધી કાઢવમાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણ અને પોકસો સહિતના ગુન્હામાં ભોગબનનાર તથા આરોપી બન્ને મોરબી જેતપર રોડ પીપળી ગામની સીમમાં આવેલ લેનકોસા સીરામીકમાં કામ કરતા હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના પો.હેડ કોન્સ. દશરથસિંહ ચાવડા, તથા પો. કોન્સ. નંદલાલ વરમોરાને મળતા એએસઆઇ હીરાભાઇ એમ.ચાવડા સાથે પોલીસ ટીમ બનાવી ઉપરોકત કારખાનામાં તપાસ અર્થે મોકલતા આરોપી સુરેશભાઇ હરીભાઇ ખમાણી (ઉ.વ. ૨૫, રહે.હાલ પીપળી લેનકોસા સીરામીકમાં તા.જી.મોરબી મુળ ગામ વાંકાનેર કુંભારપરા તા.વાંકાનેર જી.મોરબી) તથા ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા. હાલ બન્નેના કોવિડ ટેસ્ટ તેમજ જરૂરી મેડીકલ તપાસણી કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ સફળ કામગીરી એન.બી.ડાભી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર A.H.T.U.મોરબી, ASI હીરાભાઇ ચાવડા, રજનીકાંતભાઇ કૈલા, સંજયભાઇ પટેલ,હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ચાવડા, PC નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા વગેરે દ્વારા કરવામાં આવેલ હતી.