વાંકાનેરના હસનપર ગામેથી આશરે છ માસ અગાઉ સગીરાનું અપહરણ કરી જનાર આરોપીને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમેં પકડી પડ્યો છે જયારે ભોગબનનાર સગીરાને પણ શોધી વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
વાંકાનેર તાલુકાના હસનપર ગામેં આવેલ મહાલક્ષ્મી સીરામીક કારખાનામાંથી આરોપી સગીરાનું અપહરણ કરી લઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ -૩૬૩,૩૬૬ મુજબનો ગુન્હો નોંધાયો હતો આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી દીનેશ અને ભોગબનનાર બન્ને મધ્યપ્રદેશ રાજયના પીટોલ વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળી હતી જે બાતમીને પગલે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી તથા ભોગબનનાર બન્ને હાલે વાંકાનેર બ્રાઉન્ડ્રી બાજુ હોવાની હકિકત મળી હતી આથી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટના સ્ટાફે રેઇડ કરતા આરોપી દીનેશભાઇ ગુભાઇ ગુંડીયા (ઉ.વ .૩૦ રહે પીટોલ, (એમ.પી.) અને ભોગબનનાર સગીરા બન્ને મળી આવ્યા હતા જેને પગલે પોલીસે બન્નેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ મથકમાં સોંપવા સહિતની તજવીજ હાથ ધરી છે.