Saturday, December 28, 2024
HomeGujaratસુરેન્દ્રનગર સબ જેલનો જામીન ઉપર છૂટી ફરાર થયેલો આરોપી મોરબીથી ઝડપાયો

સુરેન્દ્રનગર સબ જેલનો જામીન ઉપર છૂટી ફરાર થયેલો આરોપી મોરબીથી ઝડપાયો

મળતી માહિતી મુજબ મોરબી પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરા સાહેબએ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરાર આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટરને સુચના આપતા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ.એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયવંતસિંહ ગોહીલ તથા સહદેવસિંહ નિરૂભા જાડેજાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે સુરેન્દ્રનગર સીટી એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૧૨૭/૨૦૨૦ આઇ.પી.સી. કલમ-૩૭૯ ના કામે ચોરીના ગુનામાં સુરેન્દ્રનગર સબ જેલમાંથી તા.૩૦/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીના વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપી હાલે મોરબી ગાંધીચોક પાસે ઉભેલ હોવાની ચોક્કસ બાતમી હકિકત આધારે પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબીની ટીમે તપાસ કરતા સુરેન્દ્રનગર સબ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ચોરીના ગુનાનો આરોપી હાજીભાઇ અકબરભાઇ માણેક (ઉ.વ.૨૧, રહે. હાલ મોરબી બોરીયાવાસ જેલચોક યદુનંદન ગૌશાળાની બાજુમાં) વાળાને પકડી સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!