Thursday, January 2, 2025
HomeGujaratમોરબીના પીપળી નજીક આઇસરની ઠોકરે બાઈક ચાલક મોતના ખપ્પરમાં હોમાયો

મોરબીના પીપળી નજીક આઇસરની ઠોકરે બાઈક ચાલક મોતના ખપ્પરમાં હોમાયો

મોરબી-જેતપર હાઇવે રોડ આવેલ પીપળી ગામના બસ સ્ટેશન નજીક આઇસર ટ્રક ચાલકની ઠોકરે બાઈક ચાલક મોતના ખપ્પરમાં હોમાયો હતો.

- Advertisement -
- Advertisement -

પીપળી ગામના બસ સ્ટેશન નજીક જેતપુર તરફથી પુર પાટ વેગે આવતા આઇસર ટ્રક ચાલકે મો.સા.રજી નંબર-જી-જે-૩-બી-જે-૯૦૭૨ના ચાલક ભરતભાઇને ઠોકરે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકને શરીરે જમણી બાજુ પડખાના ભાગે મુઢ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આઈસર ચાલક નાશી છૂટ્યો હતો. જેને લઈને ભરતભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મૃતકના માસિયાઈ ભાઈ સુખદેવભાઇ આલાભાઇ માડમેં મોરબી તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઘુટુ નજીક આઇસરની ઠોકરે બાઈક ચાલક ઘવાયો

અકસ્માત અંગેના વધુ એક કેસની મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર
મોરબી હળવદ હાઇવે રોડ ઘુટુ ગામ પાસે પેટ્રોલ પંપ સામે આઈસર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં લખમણભાઇ માયાભાઇ ઉર્ફે મુધવા (ઉ.વ-૪૭ રહે-શોભેશ્વર રોડ વાણીયા સોસાયટી મોરબી-૨ મુળ સુરેન્દ્રનગર) તેનુ મો.સા રજી નંબર- GJ-13-QQ-6670 લઇ જતા હતા એ દરમિયાન પાછળથી આઇસર ટ્રક રજી નંબર-જી-જે-૩૬-વી-૦૦૪૨ ના ચાલકે ઠોકર મારી હતી આ અકસ્માતમાં બાઈક ચાલકને ડાબી બાજુ કાનની ઉપરના ભાગે તથા જમણા હાથના કોણીથી કાડાના ભાગ સુધી ગંભીર ઇજા પહોચી હતી. જે અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!