Thursday, July 18, 2024
HomeGujaratમોરબીની ત્રાજપર ચોકડી નજીકથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

મોરબીના ત્રાજપર ચોકડી નજીકથી થેલામાં દારૂ ભરી વેચવા નીકળેલ બે શખ્સો ને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે આ પ્રકરણમાં અન્ય એક શખ્સનું ના ખુકતા પોલીસે તપાસ આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ પર આવેલ વિઠ્ઠલનગરમાં રહેતા અનીલભાઇ ઉર્ફે જય જાદવના મકાનેથી થેલામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૨૮ કીમત રૂપિયા કિ.રૂ.૧૩,૪૦૦ નો દારૂ ભરી વેચાણ કરવાના ઇરાદે નીકળેલ આરોપી જયદિપભાઇ દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૪ રહે.ભડીયાદ રામાપીરના મંદિર પાસે તા.જી.મોરબી) અને ગોપાલભાઇ વિનોદભાઇ પરમાર (ઉ.વ.૨૦ રહે.મોરબી શનાળા રોડ શુભ હોટલ પાછળ અંકુર સોસાયટી)ને મોરબી સીટી બી ડીવિઝન પોલીસે ઝડપી લીધા. આ રેઇડ દરમિયાન આરોપી અનીલભાઇ ઉર્ફે જય હાજર ન મળતા પોલીસે ફરારી જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!