કોંગ્રેસ ના આગેવાન અને પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરા ભાજપમાં જોડાયા છતાં અવગણના કરતા રાજકારણ ગરમાયું હતું આજે ફરી કેતન ને વોર્ડ 10 માંથી ટિકિટ આપવામાં આવી ;સાંસદ મોહન કુંડારીયા એ મધ્યસ્થી કરી ઘી ના ઠામમાં ઘી પાડ્યું
મોરબી પાલિકાના લિસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં ગઈકાલ જાહેર કરેલા લિસ્ટ બાદ વિવાદનો વંટોળ હજુ સમવાનો નામ નથી લેતો ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે લિસ્ટ જાહેર કર્યું ત્યારે પાલિકા પૂર્વ પ્રમુખ અને એક સમય ન કોંગ્રેસ આગેવાન કેતન વિલપરાની બાદબાકી કરી પત્તુ કાપી નાખવામાં આવ્યું હતું પરંતુ જીલ્લા ભાજપે બહાર પાડેલી યાદીમાં આજે ફેરફાર કરી ફરી કેતન વિલપરાને સમવાવમાં આવ્યા છે અને ટિકિટ આપવામાં આવી છે જેમાં આજે બપોરે વોર્ડ 10 માંથી પાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરાને આપવામાં આવી છે જેમાં કેતન વિલપરા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ છોડી ભાજપ માં આવ્યા હતા ત્યારે જે કમિટ મેન્ટ થયું હતું તેનો ભાજપ દ્વારા ઉલાળીયો જોવા મળ્યો હતો જો કે આજે કેતન વિલપરાને સાંસદ મોહન કુંડારીયાએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડી અને ભાજપે ટીકીટ આપી છે અને આખી પેનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં વોર્ડ માં 10 માં રહેલા પ્રભુભાઈ ભૂતને વોર્ડ 8 માં સમાવવામાં આવ્યા છે તો વોર્ડ 8 માં રહેલ પાલિકા પૂર્વ પ્રમુખ લલિત કામરિયા (ભાજપ 2010-2015)ની બાદબાકી કરી નાખવામાં આવી છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિયમોને આધીન જ કામરીયાને અલવિદા કરવામાં આવ્યું છે ત્યારે હાલ મોરબી ભાજપનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે ત્યારે આગામી સમયમાં પણ બદલાવ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.