મોરબીના રાતાવીરડા ગામ પાસે આવેલ શ્યામ કોલ માં મજૂરી કામ કરતા પવનસિંહ સિંગવાલ એ વાંકાનેર તાલુકા પોલીસમાં પોતાનો સાડા પાંચ વર્ષીય પુત્ર રિતિક ઉર્ફે નૈતિક ત્રણ દિવસથી ગુમ હોય જેથી તેનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વાંકાનેર પોલીસ દ્વારા તાબડતોબ બાળકને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બાળકના ફોટા સાથેની વિગતો જાહેર કરવામાં આવી હતી.
જે બાબતે તપાસ કરનાર અધિકારી મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તપાસ દરમીયાન શ્યામ કોલમાં લાગેલ સીસીટીવી ચેક કરતા સમયે કોઈની જાણ બહાર બાળક કોલસાના ઢગલા પર રમતો હોય અને અચાનક અકસ્માતે તેના પર કોલસો પડતા તે દબાઇ ગયો હતો અને મોત નિપજ્યું હતું જ્યારે બાદમાં એ કોલસો ટ્રક માં લોડ થયો હોવાના ફૂટેજ જોઈને મોરબી પોલીસ દ્વારા એ ટ્રક નમ્બરને આધારે કઈ જગ્યા એ ખાલી કરવામાં આવ્યો છે એ તપાસ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે ટ્રક ટીમબડી નજીક આવેલ એફિલ વિટ્રીફાઈડ માં ખાલી થયેલ છે જ્યાં પહોંચીને કારખાને ટ્રકનો માલ ક્યાં ખાલી કરવામાં આવ્યો છે એ પૂછવામાં આવતા કારખાને દારો દવારા જણાવાયું હતું કરણકોલસો તો વપરાઈ ગયો છે પરન્તુ કોલસો વાપરતી પેહલા કોલસો ગાળવાની પ્રક્રિયા માંથી પસાર થાય છે જે સંપૂર્ણ ઓટોમેટીક પ્રક્રિયા છે જો એમાં કાઈ હશે તો એક સ્પેશિયલ રૂમ માં કોલસો ગાળવાની જારી રાખેલ છે તેમાં મળી આવશે બાદમાં ત્યાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતદેહની ઓળખ કરતા આ મૃતદેહ ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ બાળકનો હોવાનું પુરવાર થયું હતું.
જેથી વાંકાનેર પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.