મોરબીના રવાપર રોડ પર રહેતા આધેડ બે દિવસ આગાઉ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગતા હતા જેનો આજે મોરબી મચ્છુ 3 ડેમમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના રવાપર રોડ પર રિલાયન્સ નગરમાં રહેતા વિનોદભાઈ મગનભાઇ અમૃતિયા (ઉ.૪૫) નામના આધેડ ગત તા. ૨૬ માર્ચના રોજ સાંજે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા જેની જાણ થતા પરિવારજનો એ શોધખોળ હાથ ધરી હતી પરંતુ આધેડની ભાળ મળી ન હતી. આ દરમિયાન મચ્છુ ૩ ડેમ પાસે હોટલ સંચાલકે મોરબી ફાયર વિભાગને ફોન કરી જણાવ્યું કે આધેડ પોતાનું સ્કૂટર પાર્ક કરીને ડેમ તરફ ગયા હતા જે હજુ સુધી પરત આવ્યા નથી.જેને પગલે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ડેમ પર પહોંચી જઈને તરવૈયાઓ મારફતે તપાસ હાથ ધરાઈ હતી છેલ્લા બે દિવસની તપાસ દરમિયાન આજે ત સવારે આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આ બાબતે મોરબી પોલીસ ને જાણ કરવામાં આવતા તાત્કાલિક બનાવની નોંધ કરી ને મૃતદેહ ને પીએમ અર્થે ખસેડવા સહિત ની કાર્યવાહી હાથ ધરી હતી.