Thursday, December 26, 2024
HomeGujaratમહેન્દ્રનગરની કાન્તિજ્યોત સોસાયટીના મકાનમાંથી તીવ્ર દુર્ગંધ મારતી હાલતમાં યુવાનનો મૃતદેહ સાંપડ્યો

મહેન્દ્રનગરની કાન્તિજ્યોત સોસાયટીના મકાનમાંથી તીવ્ર દુર્ગંધ મારતી હાલતમાં યુવાનનો મૃતદેહ સાંપડ્યો

મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલ કાન્તિજ્યોત સોસાયટીના રહેણાંક મકાનમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા જવા પામી હતી. ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી વિસ્તારવાસીઓએ પોલીસને જાણ કરી તપાસ કરતા લાંબા સમયથી એકલા રહેતા યુવાનનો મૃતદેહ હોવાનું માલુમ પડ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મહેન્દ્રનગરની કાન્તિજ્યોત સોસાયટીના મકાનમાથી તીવ્ર દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી જેને પગલે બી ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક બાતમી સ્થળે દોડી ગયો હતો. જયાં પોલીસે બારણું ખોલીને ઘરમાં તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. વધુ તપાસમાં મૃતદેહ પંકજભાઈ ભગવાનજીભાઇ કગથરા (ઉ.વ.40) નો હોવાનું માલુમ પડતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ અંગેના કારણ પરથી પરદો ઊંચકાશે. હાલ બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!