Monday, October 7, 2024
HomeGujaratહળવદના વેગડવાવ નજીક અજાણ્યાં યુવાનનો લીમડે લટકતો મૃતદેહ મળી આવ્યો

હળવદના વેગડવાવ નજીક અજાણ્યાં યુવાનનો લીમડે લટકતો મૃતદેહ મળી આવ્યો

હળવદ તાલુકાના નવા વેગડવાવ આગળ રણમલપુર રોડની સાઈડમા લીમડાના વૃક્ષ પર લટકતી યુવાનની લાશ મળી આવી હતી. જે અંગે રોડ પરથી પસાર થતા લોકોને જાણ થતા તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરાયો હતો.

- Advertisement -
- Advertisement -

આ ઘટનાની પ્રાથમિક વિગત અનુસાર હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામ નજીક આવેલ મકનભાઈ લવજીભાઈની વાડી પાસે લીમડાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાધેલ હલતમાં કોઈ અજાણ્યા યુવાનની લટકતી લાશ મળી આવતા દોડધામ મચી હતી. આ અંગે જાણ થતા લોકોના ટોળે ટોળા બનાવ સ્થળે દોડી ગયા હતા અને આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.જેથી હળવદ પોલીસે મૃતદેહનું ઓળખ હાથ ધરવા સહિતની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત મુતદેહને હળવદ સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડી યુવાનની ઓળખ અને હત્યા કે આત્મહત્યા? અને કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!