Saturday, April 20, 2024
HomeGujaratમોરબીના રફાળિયા ગામે કારખાનામાં ત્રાટકેલ તસ્કરો 10 લાખની કિંમતના ઇલેક્ટ્રોનીક કાર્ડ ઉસેડી...

મોરબીના રફાળિયા ગામે કારખાનામાં ત્રાટકેલ તસ્કરો 10 લાખની કિંમતના ઇલેક્ટ્રોનીક કાર્ડ ઉસેડી ગયા

મોરબી તાલુકાના રફાળીયા ગામેં આવેલ ટાઇલ્સના કારખાના ઘુસી અજાણ્યાં તસ્કરો 10 લાખની કિંમતના ઇલેક્ટ્રોનીક કાર્ડની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર રફાળિયા ખાતે આવેલ ક્રિષ્ના વોલ એન્ડ ગ્લેજ ટાઇલ્સ પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનાના પ્રેસ વિભાગની ઓરડીમાં ગત ૦૧/૦૪/૨૦૨૨ ના રાત્રીના આશરે સવા ચારેક વાગ્યાના અરસામાં તસ્કરો પ્રવેશ કરી પ્રેસમાં આવેલ ઇલેક્ટ્રોનીક કાર્ડ નંગ-૧૦ કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ની મતાની ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે કારખાનેદાર મનોજભાઇ ત્રંબકભાઇ ફેફર (ઉ.વ.૩૨ રહે. મોરબી, રવાપર રોડ, ગાયત્રી નગર બ્લોક નં.૧૭ તા.જી.મોરબી)એ અજાણ્યાં ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજુબાજુના સીસીટીવી તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!