Wednesday, December 25, 2024
HomeGujaratવાંકાનેર-મોરબી હાઇવે પર બોલેરોચાલકે 108 ઈમરજન્સી વાનને ટક્કર મારી, સદનસીબે જાનહાની ટળી

વાંકાનેર-મોરબી હાઇવે પર બોલેરોચાલકે 108 ઈમરજન્સી વાનને ટક્કર મારી, સદનસીબે જાનહાની ટળી

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાના ડ્રાઇવર વિષ્ણુ ગોકુલભાઈ રંગીયા જીજે-18-જીબી-1541 નમ્બરની ઈમરજન્સી વાન લઈને જતા હતા તે દરમ્યાન વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર નર્સરી પાસે લુણસર ગામ તરફ જવાની કટ આવેલ છે, તેની નજીક જીજે-૩-એઝેડ-૬૨૯૧ નંબરના બોલેરો પિકઅપના ચાલકે આગળ-પાછળ જોયા વિના વણાંક વળતા બોલેરો 108ની વાન સાથે અથડાઈ હતી. જે અકસ્માતમાં 108 એમ્યુલન્સમાં નુકશાન થયું હતું. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!