વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ટ્રકે મોટરસાઇકલને હડફેટે લેતા મોટરસાઇકલ સવાર સાળા-બનેવી મળી ત્રણના મોત નિપજતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૦૩/૦૬/૨૦૨૩ ના રાત્રીના સમયે અંકિતભાઇ ભવરસિંગ મેળા (રહે.વેરોના સીરામીક બંધુ નગર તા.જી.મોરબી મુળ ગામ-લેડગાઉ તા.સરદારપુર થાના દશઈ જીલ્લા-ધાર એમ.પી) પોતાની GJ-36-E-0872 નંબરની સુપર સ્લેન્ડર મોટર સાઇકલ લઈ તેના સાળાઓ અનીલભાઇ રમેશભાઇ રાવત (રહે. મુળ ગામ-ચચરીયા તા.સિંધવા જી.બડવાણી એમ.પી) તથા સુભાષભાઇ તેરસિંગભાઇ ડાવર (રહે ડાવર ફળીયા અજના તા.સંધવા જી.બડવાની એમ.પી રહે.બંને હાલ વેરોના સીરામીક બંધુ નગર તા.જી.મોરબી) સાથે વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે GJ-12-X-3945 નંબરના ટ્રકના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે અને બેદરકાર રીતે અંકિતભાઇના મોટરસાઇકલ પાછળ ચલાવી હશનપર બ્રીજ પર મોટરસાઇક્લ સહીત લોકોને રોડ ઉપર ફંગોડી દઈ અકસ્માત સર્જતા સાળાઓ અને બનેવીને શરીરે તથા માથાના ભાગે તથા હાથે પગે ગંભીર ઈજા પહોંચાડતા તેઓનું મોત નીપજ્યું હતું. જે મામલે અંકિતભાઇના ભાઈ રાકેશભાઇ ભવરસિંગ મેળાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.