Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે માલવાહક વાહન હડફેટે રાહદારી ઈજાગ્રસ્ત

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે માલવાહક વાહન હડફેટે રાહદારી ઈજાગ્રસ્ત

મોરબીમાં પીપળીયા ચાર રસ્તા આમરણ રોડ ઉપર અશોક લેલન ઠાઠા વાળી ફોર્ વ્હીલના ચાલકે એક રાહદારીને હડફેટે લેતા રાહદારી ઈજાગ્રસ્ત થયો હતો. જયારે આરોપી પોતાનું વાહન લઈ ફરાર થયો હતો. જેના કારણે તેને સારવાર અર્થે ખસેડી ઇજાગ્રસ્તના ભાઈએ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, જામનગરનાં દળીયા ગામે રહેતા મેહુલભાઇ અલીયાબાળાથી રવા ગામ ચાલીને જતા હતા. ત્યારે GJ-01-CY-4274 નંબરના અશોક લેલન ઠાઠા વાળી ફોર્ વ્હીલ ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી મેહુલભાઇ ને પાછળથી હડફેટે લઇ માથામા ગંભીર ઇજા કરી તથા જમણા પગમા તથા વાસામા સામાન્ય ઇજા પહોંચાડી હતી. જેના કારણે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે આરોપી પોતાનુ વાહન લઇ નાશી જતા ઈજાગ્રસ્તના ભાઈ રાહુલભાઇ જીણાભાઇ શિયારએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!