Tuesday, June 6, 2023
HomeGujaratમાળિયા મી.ના વવાણીયા ગામે રામબાઈ માં ની જગ્યામાં ભોજનાલય અને સભાખંડ સહિત...

માળિયા મી.ના વવાણીયા ગામે રામબાઈ માં ની જગ્યામાં ભોજનાલય અને સભાખંડ સહિત આરોગ્યકેન્દ્ર અને ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું.

માળિયા મી.ના વાવણીયા ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની હાજરીમાં રામબાઈ માં ની જગ્યા ખાતે ભોજનાલય, સભાખંડ અને ગૌશાળાનો આજે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી થી લઈને તમામ મોટા ગજાના નેતા હાજર રહ્યા હતા આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબીની સિંચાઈના પાણીની મુશ્કેલીથી છૂટકારો આપવવાનું વચન આપ્યું હતું.

- Advertisement -

મોરબી જીલ્લાના માળિયા મી.તાલુકાના વવાણીયા ગામે રામબાઇ માતાજીનો મોટો આશ્રમ આવેલ છે જ્યાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ઉપસ્થિત રહેવાના હતા જો કે સંજોગો વસાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા ન હતા જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર લોકો માટે કટિબદ્ધ છે રાજ્યના તમામ સમાજ માટે હર હમેશ તેંની સાથે ઉભી રહે છે ગામડાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ગૌ માતા માટે 500 કરોડ રૂપિયા ફળવ્યા છે તો ખેડૂતો માટે પણ સરકાર હર હમેશા પ્રયત્ન શીલ છે રાસાયણિક ખાતર થી થતી ખેતી આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ રહી છે જુદી જુદી બીમારીઓ નાની ઉંમરે જ આવે છે આ માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ આવા રસાયણ ભર ખાતરથી આપણું અને જમીન બન્નેનું સ્વાસ્થ્ય બગાડ્યું છે આ માટે સરકારે પ્રાકૃતિક ખેતી બોર્ડ ની રચના સરકારે કરી છે જેના આધારે લાખો ખેડૂતો કૃષિ આધારિત ખેતી માટે આગળ વધી રહ્યા છે,અને આગામી સમયમાં પણ ખેડૂતને સરકાર પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતને તમામ વ્યવસ્થા કરી આપશે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના ખેડૂતો માટેસિંચાઈ માટે આ વિસ્તારના ખેડૂતો મેં જે કેનાલ બનાવવાની છે તેના માટે સરકાર ખેડૂતો માટે તેની સાથે રહી પૂરું કરાવશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસ ના કામમાં એક પણ રૂપિયો ખૂટવાનો નથી માટે તમામ કામો અમારા સુધી પહોંચાડજો સરકાર હર હમેશા તમામ સમાજ ના લોકક માટે ખડે પગે રહેશે.તો બીજી બાજુ મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ વવાણીયા ને છોટા કાશી ગણાવી આ ભક્તોની ભૂમિ છે તેવું જણાવ્યું હતું અને આ ઉપરાંત માળિયા મી.તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતોને પાણી ત્વરિત મળી રહે એ માટે મુખ્યમંત્રી સમક્ષ માંગ મૂકી હતી અને પોતાને જીત આપવામાં માળિયા તાલુકાનો મહતમ ફાળો હોવાનું જણાવી લોકોનો આભાર માન્યો હતો તો પૂનમ માડમ દ્વારા પણ સમાજ માટે રાજ્ય સરકારે અમદાવાદ ખાતે દીકરીઓ માટે ખાસ છાત્રાલય બનાવવા સસ્તા ભાવે જમીન આપી સમાજનું કલ્યાણ કર્યું હોવાનું જણાવ્યું હતું પૂનમ માડમે જણાવ્યું હતું કે સરકાર હર હમેશા લોકો માટે છે ત્યારે આહીર સમાજ વતી સરકારના તેઓ આભારી છે.

આ ઉપરાંત પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પણ આહીર સમાજ છે તો પોતે છે બાકી તેઓ કાઇ જ નથી તેવું જણાવી આ રામબાઈ માં ની જગ્યા માટે હર હમેશ ખડે પગે રહેવા જણાવ્યું હતું આ તકે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પૂર્વ મંત્રી જવાહર ચાવડા કેબીનેટ મંત્રી, સંસદ પૂનમબેન માડમ, વાસણભાઇ આહીર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, મંત્રી બ્રિજશ મેરજા,જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,શહેર પ્રમુખ લાખા ભાઈ જારીયા સહિત આહીર સમાજના મોટા નેતાઓ હાજર રહ્યા હતા જેમાંજવાહર ચાવડા જ્યારે મંત્રી હતા ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા અદ્યતન ભોજનાલય અને સભાખંડ બંધાવી આપવા ત્રણ કરોડની ફાળવણી રામબાઈ માતાજીની જગ્યા માટે કરવામાં આવી હતી જે બદલ પૂર્વ મંત્રી જવાહર ચાવડાનું વિવિધ સંસ્થા અને હોદેદારો દ્વારા સન્માન કરાયું હતું.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ લોકોને સંબોધન કર્યું હતું રાજકીય મહાનુભવો અને સંતો મહંતો પણ પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તમામ ની હાજરીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવ નિર્માણ આરોગ્ય કેન્દ્ર અને ઓક્સિજન પ્લાન્ટનું ડીજીટલ લોકાર્પણ કર્યું હતુ જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પણ કરાયું છે અને વવાણીયા ઓક્સિજન પ્લાન્ટ, માળીયા સીએચસી ઓક્સિજન પ્લાન્ટ અને ટંકારા સીએચસી ખાતે ઓક્સિજન પ્લાન્ટ તેમજ કોવિડ વોર્ડનું લોકપર્ણ કરી લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!