Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરમાં યુવક પર નજીવી બાબતે ત્રણ શખસોનો હુમલો

વાંકાનેરમાં યુવક પર નજીવી બાબતે ત્રણ શખસોનો હુમલો

વાંકાનેરના મહાવીરનગરમાં રહેતા યુવક પર અમારા ઘરની સામે શું કામ જોવે છે તેમ કહી ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ પોલીસ દફ્તરે નોંધાયો છે.પોલીસે ભોગગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ત્રણેય શખસો સામે આઇપીસી 323,324,504,114 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેરના મહાવીરનગરમાં રહેતા કિશનભાઇ વસંતભાઇ મકવાણા પોતાના ઘરે ગયા હતા.દરમિયાન કાકાના ઘરની બહાર બાજુમાં જ રાહુલ વિનભાઇ નામના શખસનું ઘર હોય જેથી કિશનને અમારા ઘર સામું શું જોવે છે તેમ કહી બોલાચાલી કરી રાહુલ વિનુભાઇ અને સંજયભાઇ તથા મનિષભાઇ નામના ત્રણ શખસો કિશન પર તુટી પડ્યા હતા.ઢીંકાપાટુનો મુંઢ માર મારી તેમજ માથાના ભાગમાં ઇંટ મારતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો.ઇજાગ્રસ્ત કિશનભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સમગ્ર બનાવ અંગે વાંકાનેર એએસઆઇ નારણભાઇ લાવડીયા દ્વારા બનાવ અંગેની વધુ તપાસ કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!