ગુજરાત વિધાનસભાની આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલાં બદલીનો દોર પણ શરુ થઈ ગયો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાઓમાં બજાવતા ૨૦ ચીફ ઓફીસરની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી નગરપાલિકામાં ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા સંદીપસિંહ વિરેન્દ્રસિંહ ઝાલાની હળવદ નગરપાલિકામાં બદલી કરવામાં આવી છે. જ્યારે બિજલ એમ. સોલંકી ચીફ ઓફીસરની બદલીનો હુકમ મુળ અસરથી રદ્દ કરવામાં આવ્યો છે. આ હુકમોનો અમલ તાત્કાલિક અસરથી કરવા ગુજરાતના રાજ્યપાલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.