મોરબી ને મહાનગરપાલિકા બનાવવા માટે અગાઉ જિલ્લા કલેકટર ની ઉપસ્થિતિમાં લાગતા વળગતા દરેક ગામોના સરપંચ સાથે બેઠક યોજાઇ હતી જેમાં સરપંચોએ ગ્રામજનો સાથે ચર્ચા કરીને જવાબ આપવાનું જણાવ્યું હતું જેથી દરેક સરપંચો ગ્રામસભા યોજીને મહાનગરપાલિકામાં ભળવા માટે ગ્રામજનો નો મત લઈ રહ્યા છે.
જેમાં મોરબી તાલુકાનાં ઘુનડા (સ) ગામે પણ ગ્રામસભા યોજાઈ હતી જેમાં ગામ ના લોકો એ મળીને સહમતી સાથે મહાનગરપાલિકા માં ભળવા માટે કે મવડા માં સમાવેશ થવા માટે ઉગ્ર વિરોધ સાથે સ્પષ્ટ ઈનકાર કરી દિધો છે અને સરપંચ દ્વારા આ ગ્રામસભા નો ઠરાવ પસાર કર્યો હતો તેમજ ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને અધિક કલેકટર એન.કે. મૂછાર ને ઠરાવ ની નકલ અને આવેદન પત્ર પાઠવ્યું હતું.