નિરીક્ષણ ઉપરાંત NCC કેડેટ્સ દ્વારા કરાયેલ કામગીરી ની નોંધ લિધી હતી
સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત એમ.એમ.સાયન્સ કોલેજ નાં નેજા હેઠળ આવેલ NCC નાં નિરિક્ષણ કાર્ય માટે તેમજ કેડેટ્સને પ્રોત્સાહિત કરવા ૨-ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ એસ. એસ. બિસ્ટ પધારેલા હતાં. તેમના સ્વાગત માટે આર્ટસ, કોમર્સ તેમજ સાયન્સ કોલેજ ના પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલ તેમજ સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ નાં સેક્રેટરી રજનીભાઈ મહેતા તેમજ દેવાંગભાઈ દોશી પધારેલા હતા
NCC ના કેડેટ્સોએ સરકાર દ્વારા કોવિડ-૧૯ માટે આપેલા નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરતા ખૂબજ ખંતથી કમાન્ડિંગ ઓફિસર ને ગાર્ડ ઓફ ઓનર આપી નવા નિયુકત થયેલા અન્ડર ઓફિસરોનું રેન્ક સેરેમની થયેલ તથા વિદ્યાર્થીઓને પારંગતતાનું પ્રમાણપત્ર આપવામાં આવેલ હતાં.
કાર્યક્રમના અંતમાં NCC કેડેટ્સ દ્વારા યુદ્ધાભ્યાસનું જીવંત ડેમોસ્ટ્રેશન દર્શાવવામાં આવ્યું હતુ તે જોઈ કર્નલ અત્યંત ખુશ થયા હતાં
તમામ કાર્યક્રમનું સંચાલન NCC ના કમાન્ડર કેપ્ટન બી. એમ. શર્મા દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એલ એમ કંઝારીયા, જોષી સાહેબ તેમજ તમામ સ્ટાફનાં સહકાર થી કરવામાં આવ્યું હતું.