Friday, April 19, 2024
HomeGujaratવાંકાનેરના કારખાનામાં સીડી પરથી લપસીને પડી જતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેરના કારખાનામાં સીડી પરથી લપસીને પડી જતા શ્રમિક યુવાનનું મોત

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. 20ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર કલરટાઇલ કારખાનામાં કામ કરતા બબલુકુમાર ઓમપ્રકાશ રામ (ઉ.વ. 26, મુળ ગામ પીપરસાત,યુ.પી.) સીડી પરથી લપસી ગયા હતા. આથી, તેને કમરના ભાગે તથા માથાના ભાગે ઇજા થઈ હતી. તેને મોરબીની સીવીલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ અંગે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!