Wednesday, November 20, 2024
HomeGujaratમોરબીનાં રાજપર રોડ પર ડમ્પર ની ટ્રોલી વીજલાઈનને અડી જતા શોક લાગતા...

મોરબીનાં રાજપર રોડ પર ડમ્પર ની ટ્રોલી વીજલાઈનને અડી જતા શોક લાગતા ડ્રાઈવરનું મોત

મોરબીમાં અકસ્માતે મોતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીનાં રાજપર રોડ પર એક યુવકે ડંમ્પર ચલાવી લાવી ઉપર જતી PGVCL ઈલેક્ટ્રીકની મેઈન લાઈન સાથે ભૂલથી અડી જતા શોર્ટ સરકિટ થવાથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં અમરાપર (નાગલપર) ખાતે રહેતો અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતો જગદીશભાઈ પરસોત્તમભાઈ રૂદાતલા નામનો યુવક ગઈકાલે બપોરના સમયે મોરબી રાજપર રોડ પરફેક્ટ વર્કશોપની બાજુમાં ગૌશાળામાં માટીનું ડંમ્પર ચલાવી લાવી હાઈડ્રોલીક લારી ઉપર કરી ગાડી આગળ લેતા ઉપર જતી PGVCL ઈલેક્ટ્રીકની મેઈન લાઈન સાથે અડી જતા શોર્ટ સરકિટ થવાથી યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઇ યુવકને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામા આવતા ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો અને સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!