મોરબીના રાપર ગામે આવેલ તલાવડી પાસે ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું હતું.
મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલી વિગતો અનુસાર ટ્રેકટરના ચાલક કુંભા લખમણ અજાણા ઉ.વ ૨૪ રાપર ગામની રાધા કૂષ્ણા ગૌશાળામાં સેવા આપી રહ્યા હતા. જેમાં પોતાનું ટ્રેક્ટર જેના એન્જીન નં-૦૧૨૧૪૫ નું ટ્રેક્ટર લઈ મોરબી તાલુકાના રાપર ગામમા તલાવડી પાસે ગયા હતા. જ્યાં રાધા કૂષ્ણા ગૌશાળાના પાણીના અવાળાનું રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. આ અવાડો રીપેરીંગ કરવા માટે સિમેન્ટના ગળદા ભરી ખાલી કરી તલાવડી ઉપર ટ્રેકટર બેદરકારી અને પુરઝડપે ચાવીને જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેકટરના સ્ટેરીંગ પરનુ કાબુ ગુમાવતા ટ્રેકટર પલ્ટી મારી ગયું હતું અને ટ્રેકટરમા નીચે ટ્રેક્ટર ચાલક કુંભા લખમણ અજાણા દબાઇ જતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.