મોરબીના રાતડીયા અને કાનપર ગામ વચ્ચે આવેલ નાલા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂલ બસ ચાલકે બાઈક સવારને હડફેટે લેતા તેને ઈજાઓ પહોંચી હતી. ત્યારે તેને સારવાર માટે ખસેડાવમાં આવતા પગના ભાગે ગંભીર ઇજા જણાતા ડોક્ટરે ઢીંચણથી ઉપરનો પગ કપાવવા જણાવ્યું હતું.
બનાવ અંગેની મળતી વિગતો અનુસાર, વાંકાનેરનો રહેવાસી થોડા દિવસ પહેલા મહમદઅશીર ગુલામહુશેન બાદી રાતડીયા અને કાનપર ગામ વચ્ચે રોડના નાલા પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાછળથી વાંકાનેરની સંસ્ક્રુતી વિદ્યાલય સ્કુલની બસના ચાલકે બસને પુરપાટ ઝડપે ચલાવી પોતાની અને સાથે સાથે આંયાં લોકોની જિંદગી જોખમે મૂકી હતી. તેમજ આગળ જતા બાઈક સવારને હાંડેફેટે લીધો હતો. જેને કારણે બાઈક સવાર યુવકને મોઢા પર અને હાથ પર નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. પરંતુ પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે સારવાર કરી ઢીંચણથી ઉપરનો પગ કાપી નાખ્યો હતો. ત્યારે બનાવને લઈ યુવકે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.