Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી માળીયા ફાટક પાસે રીક્ષામાંથી 300 લીટર દેશી દારૂના જથ્થા સાથે ચાલક...

મોરબી માળીયા ફાટક પાસે રીક્ષામાંથી 300 લીટર દેશી દારૂના જથ્થા સાથે ચાલક ઝબ્બે

મોરબી માળીયા ફાટક નજીકથી પોલીસે છકડો રીક્ષામાંથી 300 લીટર દેશી દારૂના જથ્થા સાથે ચાલકને દબોચી લીધો હતો.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કોન્સ્ટેબલ મેહુલભાઇ મઢવીને મળેલ ચોકકસ બાતમી આધારે મોરબી માળીયા ફાટક પાસે પસાર થતી છકડો રીક્ષા નં-જીજે-૧૩-વી-૪૧૯૪ની તલાસી લેતા રિક્ષામાંથી દેશી દારૂ લીટર-૩૦૦ના જથ્થા સાથે રીક્ષા ચાલક ગોપાલ મનસુખભાઇ માંડલીયા (ઉવ-૧૯)રહે.ઢેઢુકી ગામ તા-સાયલા જી-સુરેન્દ્રનગરને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી દેશી દારૂ લીટર ૩૦૦/-કિરૂ-૬૦૦૦/ તથા મોબાઇલ કિ રૂ-૨૦૦૦/- તથા છકડો રીક્ષા કિરૂ-૫૦૦૦૦/-મળી કુલ કિરૂ-૫૮૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ગુન્હો કરવામા મદદગારી કરનાર કાળુભાઇ દિપોભાઇ માંડલીયા, મોહિતભાઇ ઘનશ્યામભાઇ, દેવકુભાઇ દિપોભાઇ માંડલીયા તથા દારૂનો જથ્થો મોકલનાર ઇસમ જીજ્ઞેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ કોળી રહે.ઢેઢુકી ગામ તથા દેશી દારૂ મંગાવનાર ઇસમ અનવરભાઇ હાજીભાઇ માલાણીના નામ ખુલતા પોલીસે છએ ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં પ્રોહી એકટ કલમ-૬૬(૧)બી,૬૫-ઇ ,૯૮(૨),૮૧ મુજબ ગુન્હો નોંધી આગળની કર્યાવહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!