Saturday, April 27, 2024
HomeNewsMorbiમોરબી પેટા ચૂંટણી માટેના ઇવીએમ સીસીટીવીથી સજ્જ સ્ટ્રોન્ગ રૂમમાં રખાયા :

મોરબી પેટા ચૂંટણી માટેના ઇવીએમ સીસીટીવીથી સજ્જ સ્ટ્રોન્ગ રૂમમાં રખાયા :

મોરબી જીલ્લા ચૂંટણી અધિકારી રાજકીય પક્ષના આગેવાનોની હાજરીમાં વિવિપેટ મશીન સીસીટીવી રૂમમાં મુકવામાં આવ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી માળીયા વિધાનસભા 65 પેટા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જેમાં મંગળવારે જીલ્લા કલેકટર જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું જેમાં આગામી ૩ નવેમ્બરે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા ઇવીએમ રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જે ચૂંટણી પંચના નિયમોનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ મોરબીના વિવિધ રાજકીય પક્ષોની હાજરીમાં વેર હાઉસમાંથી મોરબી પોલીટેક્નીક કોલેજ ખાતે સીસીટીવીથી આવરી લેવામાં આવેલ નિયત કરાયેલ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી મોરબી વિધાનસભા બેઠક માટે ૪૧૨ મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે તદ્દનુસાર ૧૪૦ ટકા લેખે ૫૭૭ જેટલા બેલેટ યુનિટ અને ૫૭૭ કંટ્રોલ યુનિટ અને ૧૫૦ ટકા લેખે ૬૧૮ વીવીપેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ, મોરબી પ્રાંત અધિકારી અને મોરબી માળીયા બેઠકના ચુંટણી અધિકારી ડી.એ. ઝાલા સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બીજી બાજુ મીટીંગનો દોર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવા ની શરૂઆત કરી દેવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!