Sunday, November 24, 2024
HomeGujaratઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની કારોબારીની ઓનલાઈન બેઠક યોજાઈ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીની કારોબારીની ઓનલાઈન બેઠક યોજાઈ

મોરબી જીલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ઓનલાઇન વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર સમભાગ મંત્રી મહેશભાઈ મોરી , આર.એસ.એસ. રાજકોટ વિભાગ સહકાર્યવાહ વિપુલભાઈ અઘારા તથા મોરબી જીલ્લા તેમજ મોરબી, હળવદ, માળિયા, ટંકારા, વાંકાનેર તાલુકા,મહિલા સંવર્ગ સહિત અપેક્ષિત લોકોએ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. જેમાં મહેશભાઈ મોરીએ સંગઠનને મજબૂત, વિસ્તૃત, પારદર્શિતા, શિક્ષક હિત માટે લડાયકતા, માતબર સભ્ય નોંધણી જેવા મુદ્દાઓ ઉપર વિશેષ ધ્યાન આપવા પ્રતિબદ્ધ રહેવા હાકલ કરી હતી. ટુંકમાં મરજીવાની જેમ સદકાર્ય રૂપી ઉદ્ધિમા પડેલાને પ્રેરણારૂપી ઓકસીજન પૂરું પાડ્યું હતું. વિપુલભાઈ અધારાએ શિક્ષણ કોવિડ માટે સેવા ફરજ, પ્લાઝમા ડોનેટ, રમસેતુમા ખિસકોલી સમાન જેટલું લોક સેવાર્થે જેટલું સત્કર્મ થાય તેટલું શત પ્રતિશત આપવાની હાકલ કરી હતી. તેઓએ પોતાની માર્મિક વાણીમા સંગઠનને લોકસેવા રૂપી યજ્ઞમાં સમિધ બનીને વધુ કટિબદ્ધ બનવાની મંસા વ્યક્ત કરીને ઉત્કૃષ્ટ રાહબરી પ્રદાન કરી હતી. સંગઠનના પીડિત શિક્ષક પરીવાર પ્રત્યે સમાજ, સરકાર અને સહકાર દ્વારા ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સમ યોગદાન આપવાની વાત, કોવિડ સેવામાં શકય તેટલું ફિઝિકલ ઉપસ્થિતિ, લોક જાગૃતિ, રસીકરણ જાગૃતિ, સામાજિક પ્રસંગો માટેની જાગૃતિ વગેરે અનેકાનેક મંતવ્યો સમગ્ર શિક્ષક ગણે આપીને શિક્ષક, સમાજ, બાળકોને મદદરૂપ થવાની હામ ભરી હતી તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકો માટે (1) શિક્ષા કે માધ્યમ સે એક “ભારત – શ્રેષ્ઠ ભારત” કિ ભાવના કો બઢાના (2) ઓનલાઈન શિક્ષા કી પ્રભાવશીલતા (3) બચ્ચો કા સમગ્ર વિકાસ : માતૃભાષા કી ભૂમિકા (4) રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 કા ક્રિયાનવ્યન : અવસર ઔર ચૂંનૌતિયા વગેરે વિષયો પર નિબંધ લેખન સ્પર્ધાના આયોજન અંગે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અપીલ કરતા જણાવ્યું કે વધુમાં વધુ શિક્ષકોએ ઓનલાઈન http://abrsm.in પર રજીસ્ટ્રેશન કરી 3000 થી 5000 શબ્દોમાં નિબંધ લેખન કરવાનું રહેશે જેમાં પ્રથમ ઈનામ 21000/- દ્વિતીય ઇનામ 15000/- તૃતીય ઈનામ 11000/- પ્રત્યેકને શાંત્વના પુરસ્કાર અર્પણ કરવામાં આવશે, વગેરે માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત મીડિયા પ્રકોષ્ઠના હિતેશભાઈ ગોપાણી એ કર્યું હતું. ઓનલાઈન બેઠકને સફળ બનાવવા કિરણભાઈ કચરોલા મંત્રી, પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર કાર્યધ્યક્ષ, કિરીટભાઈ દેકાવડીયા હરદેવભાઈ કાંનગડ વગેરે ખૂબજ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!