Tuesday, January 14, 2025
HomeGujaratકોરોનામાં મૃત્યુ પામનાર પોલીસ અધિકારીના પરિવારને મોરબી જિલ્લા પોલીસ દ્વારા રૂ. ૨૫...

કોરોનામાં મૃત્યુ પામનાર પોલીસ અધિકારીના પરિવારને મોરબી જિલ્લા પોલીસ દ્વારા રૂ. ૨૫ લાખની સહાય અર્પણ કરવામાં આવી

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, તથા જેલતંત્રના અધિકારી/કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોરીડ-૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમીત થયેલ કર્મચારી / અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને રૂપિયા પચ્ચીસ લાખની સહાય આપવાની જોગવાઇ થયેલ છે.

- Advertisement -
- Advertisement -

તે મુજબ મોરબી જિલ્લામાં રીડર શાખામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડા કોરોના વાયરસ સંક્રમણના કારણે ગત તા. 13/04/2021ના રોજ તેઓનું અવસાન થયું હતું. ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી. જેને પગલે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા ગઇકાલે તા. 08/07/2021ના રોજ પો.સબ.ઇન્સ. સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના પુત્ર નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જિલ્લાના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનપુર્વક રૂ. 25 લાખનો ચેક સુપ્રત કરી સહાય ચુકવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!