મોરબી જીલ્લામાં તા.૧૦.૧૦.૨૦૨૧ ના રોજ બે બાળકો કેરાળી ગામ પાસેથી મોરબી તાલુકા પોલીસને મળી આવેલ હતા. જેની સૂચના જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીને મળેલ અને બંને બાળકોને જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી બાળ સંભાળ ગૃહ મિશનરી ઓફ ચેરીટી ખાતે આશ્રય આપેલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી અનિલાબેન પીપલિયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાના માર્ગ દર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર રીતેશકુમાર ગુપ્તા અને સામાજીક કાર્યકર રંજનબેન મકવાણા તેમજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર વશરામ દેવાયત મેતાના સધન પ્રયાસથી બાળકોના પરિવારને શોધી તા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બંને બાળકોને પરિવારમાં સોંપી પુનઃ સ્થાપનની કામગીરી કરવામાં આવી.