કોરોનાનાં વધતા સંક્રમણને પગલે લેવાયો નિર્ણય
મોરબી જીલ્લામાં હાલ કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે કોરોનાનાં વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને માટેલ ગામ સ્વૈચ્છીક રીતે લોકડાઉન કરેલ છે. ત્યારે માટેલ ખોડિયારધામ મંદિર ખાતે ગુજરાતનાં તમામ જિલ્લાઓમાંથી દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય કોરોના સંક્રમણને ટાળવા તકેદારીના ભાગ રૂપે માટેલમાં આવેલ ખોડિયાર માતાજી મંદિર પણ તા. ૯ થી ૧૪ એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય કરાયો છે. જેની ખોડિયાર માતાજી મંદિરના ટ્રસ્ટી દ્વારા દરેક યાત્રીગણને યાદીમાં જાણ કરવામાં આવેલ છે.