Wednesday, October 30, 2024
HomeGujaratમોરબીમાં ભુલા પડી ગયેલા બાળકોને તેના માતા પિતા સુધી પહોચાડી મિલન કરાવ્યું

મોરબીમાં ભુલા પડી ગયેલા બાળકોને તેના માતા પિતા સુધી પહોચાડી મિલન કરાવ્યું

મોરબીમાં ભુલા પડી ગયેલા નેપાળી પરિવારના બે બાળકોને તેના માતા પિતા પાસે પહોંચાડયા હતાં જેમાં બે બાળકો મુનનગર ચોક નજીક મળી આવ્યા હતાં જેમાં મોરબીના રાજેશભાઇ બોરીચા અને ત્યાં ઉભેલા રવિભાઈ સહિતના યુવાનોને આ વાત જાણમાં આવતાંની સાથે જ તેઓએ તાબડતોબ પોલીસને જાણ કરી અને બાળકો ક્યાંથી આવ્યા અને કોના છે એ તપાસ કરી હતી

- Advertisement -
- Advertisement -

આ તપાસ દરમ્યાન આ બાળકો રાજનગર પાછળ આવેલા ઓમપાર્ક ના ઓમ એપાર્ટમેન્ટ માં રહતા નેપાળી પરિવારના સુરેશભાઈ અને કમળાં બહેનના પવન અને પ્રદીપ અને બાજુમાં રહેતા નેપાળી પરીવાર ની પુત્રી શાંતિ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ બન્ને બાળકોને તેના માતા પિતા પાસે લઈ જઈ અને ખરાઈ કર્યા બાદ સોંપ્યા હતા અને રાજુ બોરીચા તેમજ રવિ બોરીચાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!