Sunday, November 24, 2024
HomeGujaratમોરબીના રબારીવાસમાં સરકારી જમીન પર રહેલ વાડાની માલિકી સાબિત ન કરી શકતા...

મોરબીના રબારીવાસમાં સરકારી જમીન પર રહેલ વાડાની માલિકી સાબિત ન કરી શકતા મોરબી કોર્ટે અરજદારોની અરજી ફગાવી

મોરબીના જેલ રોડ પર આવેલ હરિજનવાસ, રબારી વાસ, શેરી નંબર ૦૪ માં દિનેશભાઇ અમરાભાઇ રબારી તથા અમરભાઇ રામશીભાઈ રબારી પોતાના ઢોર બાંધી અને ત્યાં દૂધનો ધંધો કરતો હોય અને તેમની અરજીમાં જણાવ્યા મુજબ છેલ્લા 45 વર્ષથી જમીનનો કબ્જો એમની પાસે હોય ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા તેમને ગત 20/02/2022 ના રોજ નોટિસ ફટકારી હતી. અને આ જમીન સરકારી હોવાથી 10 દિવસમાં ખાલી કરવા નોટિસ ફટકારી હતી. જેને લઈ અરજદારો દ્વારા નગરપાલિકાને મૌખિક રજૂઆતો કરવાં આવી હતી. છતાં તેમના દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ન સાંભળતા અરજદારોએ સમગ્ર કામગીરી પર સ્ટે લેવા માટે મોરબી કોર્ટના શરણે ગયા હતા.

- Advertisement -
- Advertisement -

અરજદારો દ્વારા મોરબી કોર્ટમાં સમગ્ર મામલે સ્ટે મેળવવા અરજી કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, તેમણે વાડાને સરકાર સમક્ષ રજૂઆત કરી છે. અને વર્ષ 2002માં વાડાને નિયમિત કરવા અને તે દરમિયાન તેમને બહાર નહિ કરવા અરજી કરી હતી. અરજદારો દ્વારા કાર્યવાહીનું કારણ જણાવવામાં આવ્યું છે કે, જ્યારે નગરપાલિકાના અધિકારીઓએ ગુજરાત હાઈકોર્ટના આદેશનો સંદર્ભ આપીને તા.20.02.2020 વાળી નોટિસ જારી કરી, ત્યારે અરજદારો માટે કાર્યવાહીનું કારણ ઊભું કરવા આ દાવો કરવામાં આવ્યો હતો.કોર્ટે સમગ્ર દલીલો સાંભળી હતી જેમાં અરજદાર વાડા પર પોતાની માલિકી કે કબજો હોવાનો એક પણ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા ત્યારે જજ દ્વારા બંને પક્ષની દલીલ સાંભળી અને મોરબીના નામદાર સેકન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ વી.કે.સોલંકી દ્વારા તમામ આધાર પુરાવા અને દસ્તાવેજોને ધ્યાનમાં રાખીને ચુકાદો આપતા જણાવ્યું હતું કે અરજદાર ની અરજી નકારી કાઢવામાં આવે છે અને આ કાર્યવાહી અંતર્ગત અરજદારોને થયેલ તમામ ખર્ચ અરજદારોએ પોતે ભોગવવો પડશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!