વાંકાનેર પંથકમાંથી ચોરાયેલ બાઈક સાથે મીરબી સીટી બી ડિવિઝન પોલીસે રીઢા બાઈક ચોરને પોકેટ કોપની મદદથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની ત્રાજપર ચોકડી નજીક મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ નંબર પ્લેટ વગર દોડતા બાઇકના ચાલકો સામે કાર્યવાહી અર્થે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન એક બાઈક ચાલક નંબર પ્લેટ વગરના બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે અટકાવી તલાશી લીધી હતી. જેમાં આગાઉ બાઈક ચોરીના ગુન્હામા સંડોવાયેલ આરોપી હાજી અકબરભાઇ માણેક (રહે.સો-ઓરડી રામદેવપીરના મંદિર પાસે સામાકાંઠે મોરબી) હોવાનું માલુમ પડ્યું હતું. આ શખ્સ પાસે રહેલ કાળા કલરના હિરો કંપનીના એચ.એફ.ડિલકસ મોટર સાયકલના કાગળો માંગતા ડૉક્યુમેન્ટ સાથે ન હોય જેને લઈનેપોલીસે પોકેટ કોપ દ્વારા સર્ચ કરતા આ બાઈક રજી.નંબર- GJ-36-AB-0762 ના માલિક સોહનસિંગ રામસીંગ ચડાના (રહે.ઢુવા ધ ગ્રાન્ડ ઇમ્પીરીયલ તા.વાંકાનેર જી.મોરબી)ની હોવાનું સામે સામે આવ્યું હતું અને ઇમ્પીરીયલ હોટલેથી ચોરી કર્યાની આરોપીએ કબુલાત આપતા પોલીસે બાઈક કબ્જે કરી આરોપીને દબોચી લીધો હતો.